Laali

તારા રે કિનારે, ડૂબી જાવું મારે, છોડી દીધી નાવ મઝધારે

તારા રે અણસારે, ઉભી જાવું મારે, ઝૂલી જાવું તારે પલકારે

આઘેરા આ-ઘેરા આભે, ટમકે જો તારા એવું લાગે

લાલી મેરે લાલ કી...

આ હવા ને મારે શાને એક જેવું થાય?
જો ને અડતાં છતાંય એય સુક્કી જાય?

આ પહાડી ટોચ પરથી સાદ એવો થાય
જો ને આ વાદળોના રંગ ઉડી જાય

જ્યાં જઉં ત્યાં તું બધે પણ તું જ ના દેખાય
તું છે પણ તું નથી તો શું મને દેખાય?

લાલી મેરે લાલકી...

આ નદીયે જોને તારો દાખલો દઈ જાય
એકધારી ચાલતી દરિયો કદી થઈ જાય

ના કશુંય રે'તું રોજે એ જ ન સમજાય
શાને કોઈ પળ સુંવાળી કાયમી ન થાય

છે હવે બસ વારતા જે મારામાં વહેવા દઉં
તું ભલે ના સાંભળે હું તોય પણ કહેવા જઉં
Log in or signup to leave a comment

NEXT ARTICLE